મ્યુનિસિપલ કમિશનરની ઓલ ઇન વન ઝુંબેશ : અનેક પાસેથી રૂ.1500થી લઈ 5000 સુધીના દંડ વસુલાયા મોરબી : મોરબી મહાપાલિકા દ્વારા આજે નહેરુગેટ ચોકથી જુના બસ સ્ટેન્ડ સુધીમાં જે સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવી છે. આ ઝુંબેશ ઓલ ઇન વન ઝુંબેશ બની રહી છે. કારણકે આ ઝુંબેશ વેળાએ ગંદકી- પ્લાસ્ટિક વપરાશ -દબાણ સામે ધડાધડ દંડ ફટકારાયા છે. નહેરુગેટ ચોકથી જુના બસ સ્ટેન્ડ સુધીમાં દબાણ કરનાર, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરનાર અને ગંદકી કરનાર અનેક વેપારીઓને મહાપાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં નટરાજ આઈસ્ક્રીમ અને શિવમ કોલ્ડડ્રિંકમાંથી 5-5 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવતા તેમને રૂ.5- 5 હજારનો દંડ આપવામાં આવ્યો છે. આ સાથે જુના બસ સ્ટેન્ડ પાસે પેટ્રોલ પંપને ગંદકી કરવા બદલ રૂ.5 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત દબાણ કરી રોડ ઉપર નડતરરૂપ બનનારાઓને રૂ.1500થી 2000નો દંડ પણ ફટકારવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.