ધુમ્મસને કારણે બસ પલ્ટી જતા 16 મુસાફરોને પહોંચી હતી ઇજામોરબી : માળીયા - જામનગર હાઈવે ઉપર મોરબી તાલુકાના આમરણ નજીક ખાનગી લકઝરી બસ પલ્ટી જતા 16 મુસાફરોને ઇજા પહોંચી હતી. અકસ્માતના આ બનાવ અંગે મહેસાણામાં વતની યુવાને બસચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ તા.12ના રોજ રાત્રીના બે વાગ્યાના અરસામાં મહેસાણાથી દ્વારકા દર્શનાર્થે જતા યાત્રાળુઓની બસને માળીયા - જામનગર હાઇવે ઉપર આમરણ નજીક ગાઢ ધુમ્મસને કારણે અકસ્માત નડતા બસ પલ્ટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં મહેસાણા પંથકમાં 16 લોકોને ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ બસ ચાલક નાસી જતા બનાવ અંગે પરેશભાઈ નારણભાઇ આલ રહે.મહેસાણા વાળાએ જીજે - 05 - બીએક્સ - 5581 નંબરની બસના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.