મોરબી : મોરબી તાલુકાના ધરમપુર ગામના સ્મશાન પાસે આવેલ પુલ ઉપર ગઈકાલે જીજે - 36 - એલ - 3339 નંબરની સ્વીફ્ટ કારના ચાલકે જીજે - 03 - એફએલ - 3763 નંબરનું બાઈક લઈને જઈ રહેલા ફરિયાદી પ્રદીપભાઈ મનજીભાઈ કુંવરિયા રહે.નવા ધરમપુર વાળાને હડફેટે લઈ ઇજા પહોંચાડતા અકસ્માતના આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.