ટંકારા : ટંકારામાં તેરા તુજે અર્પણ કાર્યક્રમ અંતર્ગત ટંકારા પોલીસ દ્વારા ફરિયાદી અજિતભાઈ મુળજીભાઈ ભાગીયાને રૂપિયા 5,00,000 પરત આપવામાં આવ્યા છે. જેમાં ટંકારા પોલીસ સ્ટેશનના સુપરવિઝન હેઠળ ટંકારા પો.સ્ટે.એ પાર્ટ ગુ.ર.નં. 0046/2025 બી.એન.એસ. કલમ - 115(1),351(2) વગેરે મુજબના ગુનાના કામે ફરિયાદી ટંકારા તાલુકાના હરિપર ગામના અજિતભાઈ મુળજીભાઈ ભાગીયા પાસેથી આરોપીઓએ રૂપિયા 5,00,000 ડરાવી ધમકાવી પડાવેલા હોય જે રોકડ રૂપિયા આરોપીઓ પાસેથી કબજે કરી નામદાર કોર્ટના હુકમ મુજબ ફરિયાદીને પરત અપાવી પોલીસ પ્રજાનો મિત્ર હોવાના સૂત્રને સાર્થક કર્યું છે.