મોરબી : મોરબીની યોગી વિદ્યાલય ખાતે આજે 12 ફેબ્રુઆરીના રોજ બોર્ડના વિદ્યાર્થીઓ માટે પ્રિ- પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને ગુજરાત બોર્ડની પરીક્ષામાં ભય ન રહે તે માટે શાળામાં પ્રિ-પરીક્ષાનું બોર્ડની પદ્ધતિ મુજબ આયોજન કરાયું હતું.તારીખ 27 ફેબ્રુઆરીના રોજ બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓ ભયથી મુક્ત રહે તે માટે શાળાના સંચાલક, આચાર્ય તથા તમામ સ્ટાફે આ પ્રિ-પરીક્ષાનું આયોજન કર્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પરીક્ષા આપી હતી.