મોરબીના શ્રી આચાર્ય પૂજ્ય મહા મહોપાધ્યાય જીજ્ઞેશભાઈ પંડ્યા વક્તા સ્થાને બિરાજી કથાનું રસપાન કરાવશેમોરબી : મોરબીમાં ઈ. એલ. કોલેજ રોડ પર આવેલા શ્રી અગનેશ્વર મહાદેવ મંદિર ખાતે તા. 17-2-2025ને સોમવારના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ શ્રી મહા વિષ્ણુપુરાણનું તા. 20-2-2025ને ગુરુવારથી તા. 26-2-2025ને બુધવાર સુધીમાં કરવામાં આવ્યું છે. આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા અને મહા વિષ્ણુપુરાણના વક્તા શ્રી આચાર્ય પૂજ્ય મહા મહોપાધ્યાય જીજ્ઞેશભાઈ પંડ્યા મોરબી વાળા દ્વારા બપોરે 2 થી 6 કલાક દરમ્યાન કથાનું રસપાન કરાવવામાં આવશે. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શોભાયાત્રા તા. 16-2-2025ને રવિવારના રોજ સાંજે ધાન્યાધીવાસ/ કુટીર હોમથી નીકળશે. સાંજે 5:30 કલાકે દેહ શુદ્ધિ કરાવવામાં આવશે. તા. 17-2-2025ને સોમવારના રોજ સવારે 7:45 કલાકે દેવ પ્રબોધન ગણેશ પૂજન પુન્યાહવાચન, માતૃકા પૂજન, સવારે 10 કલાકે મહા અભિષેક વિધિ, મહા 108 ધારા છિદ્ર કલશથી સ્નાન, બપોરે 12:03 કલાકથી વિજય મુહૂર્તમાં પ્રાણ સૂરણ ચૈતન્ય મંત્રોનું પઠન તેમજ બપોરે 1 કલાકે પ્રતિષ્ઠા યજ્ઞની પૂર્ણાહુતી કરવામાં આવશે. તેમજ મહા વિષ્ણુપુરાણના પ્રસંગોમાં તા. 20-2-2025ને ગુરુવારના રોજ બપોરે 2 કલાકે પોથીયાત્રા અને કથા પ્રારંભ, તા. 21ને શુક્રવારના શ્રી ભગવંનના ચોવીસ અવતારનું કારણ, તા. 22ને શનિવારના શ્રી મત્સ્ય/કર્મા/ વરાહ પ્રાગટય, તા. 23ને રવિવારના વામન જન્મ, શ્રી રામ જન્મ, શ્રી કૃષ્ણજન્મ, તા. 24ને સોમવારના શ્રી ગોવર્ધનલીલા/માખણ ચોર લીલા, તા. 25ને મંગળવારના રૂક્ષ્મણી વિવાહ, તા. 26ને બુધવારના સુદામા ચરિત વગેરે પ્રસંગોની આયોજન કરવામાં આવ્યું છે. આ મહાશિવરાત્રીના સવારે 8 થી 12 કલાક દરમ્યાન કથામાં સમાપન થશે. તેમજ બપોરે 12:30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે.