બે દિવસમાં બે અકસ્માત સર્જ્યા હોવાથી લોકોમાં રોષ : હવે ઓવરલોડ કે ઓવર સ્પીડ ડમ્પર નીકળશે તો તેને પકડાવી દેવાનો નિર્ણયમોરબી : વાંકાનેરમાં માતેલા સાંઢ માફક દોડતા ડમ્પરોએ બે દિવસમાં બે અકસ્માત સર્જતાં તેના વિરોધમાં સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. આ સાથે હવે ઓવરલોડ કે ઓવર સ્પીડ ડમ્પર નીકળશે તો તેને પકડાવી દેવાનો નિર્ણય પણ લીધો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર વાંકાનેરની જામસર ચોકડી પાસે ગઈકાલે અને આજે બે ડમ્પરોએ અકસ્માત સર્જ્યા હતા. જેને પરિણામે આજે સવારે સ્થાનિકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈને રોડ ઉપર ચક્કાજામ કર્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર મોટાભાગના ડમ્પરો નિયમો વિરુદ્ધ ઓવરલોડ ચાલે છે. ઉપરાંત તંત્ર પણ ભ્રષ્ટાચાર કરતું હોવાના આક્ષેપ કર્યા હતા. હવે જો ઓવરલોડ કે ઓવર સ્પીડ ડમ્પર અહીંથી નીકળશે તો તેને અટકાવી જવાબદાર અધિકારીઓને અહીં બોલાવીને પકડાવી દેવાનો સ્થાનિકોએ નિર્ણય લીધો છે.