મચ્છુ -2 ડેમના દરવાજા રીપેરીંગની કામગીરી માટે ડેમ ખાલી કરવો પડે તેમજ સાથે જ મોરબી નર્મદા કેનાલ રીપેરીંગ કામ પણ શરૂ થાય તો પાણીની વિકટ સ્થિતિ સર્જાઈ શકેમોરબી : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ - 2 ડેમના પાંચ દરવાજા ગત વર્ષે રીપેર કરવામા આવ્યા બાદ આ વર્ષે પણ 33 દરવાજા ફરજીયાત પણે રીપેર કરવા જરૂરી હોય સિંચાઈ વિભાગે સરકારમાં દરખાસ્ત મોકલી છે. બીજી તરફ મચ્છુ - 2 ડેમમાં નર્મદાનું પાણી ખેંચી લાવતી મોરબી બ્રાન્ચની નર્મદા કેનાલની પણ આ જ સમયગાળામાં રીપેરીંગ કરવાની મંજૂરી મળી હોય જો બન્ને કામગીરી એક સાથે શરૂ થશે તો મોરબીને જળસંકટનો સામનો કરવો પડશે.મોરબી શહેર તેમજ અન્ય ગામડાઓને પાણી પૂરું પાડતા મચ્છુ - 2 ડેમના દરવાજા જુના થઈ ગયા હોવાથી તમામ દરવાજા બદલવા જરૂરી હોય ગત વર્ષે સિંચાઈ વિભાગે મચ્છુ - 2 ડેમ ખાલી કરી 5 દરવાજા બદલવાની કામગીરી કરી હતી. જે બાદ ચાલુ વર્ષમાં પણ મચ્છુ - 2 ડેમના બાકીના 33 દરવાજા બદલવા સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હોવાનું સિંચાઈ વિભાગના એક્ઝિક્યુટિવ એન્જીનીયર પી.આર.ગૌસ્વામીએ જણાવ્યું હતું. આ અંગે મ્યુનિસિપલ કમિશ્નર સ્વપ્નિલ ખરે એ જણાવ્યું હતું કે આ અંગે અમે સિંચાઈ સહિતના સબંધિત વિભાગ સાથે બેઠક કરી અને પ્લાનિંગ કરી લીધું છે.ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે મચ્છુ - 2 ડેમના દરવાજા બદલવાની કામગીરી દરમિયાન મચ્છુ - 2 ડેમ ખાલી કરવામાં આવતા મોરબીને નર્મદા કેનાલ મારફતે સૌની યોજના હેઠળ પાણી આપવામાં આવ્યું હતું. બીજી તરફ આ વર્ષે મોરબી બ્રાન્ચની નર્મદા કેનાલનું પણ રીપેરીંગ કરવા એક કરોડનો ખર્ચ મંજુર થયો હોય જો નર્મદાનું પાણી લાવતી નર્મદા કેનાલ અને મચ્છુ - 2 ડેમ બન્નેનું કામ શરૂ કરવામા આવશે તો મોરબી શહેરને જળસંકટનો સામનો કરવો પડે તેવી સ્થિતિ નિર્માણ થશે.ખેડૂતોને ઉનાળુ વાવેતર માટે મોરબી બ્રાન્ચની કેનાલમાંથી પાણી નહિ મળેમોરબીની જીવાદોરી મચ્છુ - 2 ડેમમાંથી મોરબી શહેર અને અન્ય ગામોને પીવાનું પાણી આપવા ઉપરાંત મોરબી તાલુકાના 24 ગામોના ખેડૂતોની 20238 હેકટર જમીનને પિયત માટે સિંચાઈનું પાણી આપવામાં આવે છે. જો કે, આ વર્ષે ડેમના દરવાજા બદલવા તેમજ રીપેરીંગ કામ કરવાનું હોવાથી નાયબ કાર્યપાલક ઈજનેર પી.ડી.વસાવાએ ખેડૂતોને ઉનાળુ પાક માટે મોરબી બ્રાન્ચની નર્મદા સિંચાઈ યોજનમાંથી પાણીની આશા નહિ રાખવા જણાવ્યું હતું.નર્મદા કેનાલ રીપેરીંગ માટે એક કરોડનો ખર્ચ મંજુરસૌરાષ્ટ્રના અનેક ડેમનોને સૌની યોજના હેઠળ નર્મદાનું પાણી આપવા માટે મચ્છુ - 2 ડેમ મધર ડેમની ભૂમિકામાં છે. આ મચ્છુ -2 ડેમ સુધી પાણી લાવવા માટે મોરબી બ્રાન્ચની નર્મદા કેનાલ મારફતે પાણી લાવવામાં આવે છે જેમાં અનેક જગ્યાએ મરામત કામ કરવું પડે તેમ હોય સરકારે કેનાલ રીપેરીંગ માટે એક કરોડનો ખર્ચ મંજુર કરતા આ વર્ષે મચ્છુ કેનાલ રીપેર કરવામાં આવશે. છેલ્લે વર્ષ 2020મા મચ્છુ કેનાલ રીપેર કરવામાં આવી હોવાનું સિંચાઇ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.મોરબી શહેર માટે પીવાના પાણી માટે વૈકલ્પિક વ્યવસ્થા જ નથીનગરમાંથી મહાનગર બનેલા મોરબી શહેર માટે હાલમાં એક માત્ર મચ્છુ - 2 ડેમનું પાણી જ પીવા માટે ઉપયોગના લેવામાં આવી રહ્યું છે. સામાન્યતઃ કોઈપણ નગર - મહાનગર માટે પીવાના પાણીની વૈકલ્પિક વ્યવસ્થા અત્યંત આવશ્યક હોય છે પરંતુ મોરબી માટે આવી કોઈ જ વૈકલ્પિક વ્યવસ્થા ન હોય જો આગામી સમયમાં મચ્છુ - 2 ડેમના દરવાજા રીપેર કરવા ડેમ ખાલી કરવામાં આવશે તો મહાનગર પાલિકા માટે પીવાના પાણીનો સૌથી મોટો પ્રશ્ન ઉભો થશે.દરવાજા રીપેર કરવા માટે 60 દિવસનો સમય જોઈશેમોરબીના મચ્છુ -2 ડેમના તમામ દરવાજા રીપેર કરવા આવશ્યક હોવાથી સિંચાઈ વિભાગે સરકારમાં દરખાસ્ત મોકલી છે જેમાં દરવાજા રીપેરીંગ માટે કમસેકમ 60 દિવસ એટલે કે 2 મહિનાનો સમય લાગશે તેવું સિંચાઇના અધિકારી પી.આર. ગોસ્વામીએ જણાવ્યું છે . જેથી આગામી ચોમાસા પૂર્વે ડેમના દરવાજા રીપેર કરવા કામગીરી હાથ ધરવામાં આવ્યેથી 2 મહિના સુધી મોરબીને જળસંકટનો સામનો કરવો પડે તેવા સંકેત મળી રહ્યા છે.