મોરબી : જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ મોરબીના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-લાલપર ખાતે તા.18-2-2025ના રોજ સવારે 9 કલાકે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન આરોગ્ય શાખા જિલ્લા પંચાયત મોરબી અને GMERS મેડિકલ કોલેજ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-લાલપરના સહયોગથી કરવામાં આવ્યું છે.આ બ્લડ ડોનેશન કેમ્પમાં કોઇપણ તંદુરસ્ત વ્યક્તિ રક્તદાન કરી શકે છે. 18 થી 65 વર્ષની કોઈ પણ તંદુરસ્ત વ્યક્તિ રક્તદાન કરી શકે છે. જેમનું ઓછામાં ઓછું વજન 45 કિ.ગ્રા. ની કોઈ પણ વ્યક્તિ રક્તદાન કરી શકે છે. હિમોગ્લોબીનનું પ્રમાણ 12.5 g/dlથી વધારે હોય તે વ્યક્તિ રક્તદાન કરી શકે છે. દર ત્રણ મહીને રક્તદાન કરી શકાય.લાલપર ગામે રક્તદાન કેમ્પ રાખેલ હોય દરેક ગામમાંથી લોકો રક્તદાન કરે અને અન્ય લોકોને રક્તદાન માટેની પ્રેરણા આપવા આહવાન કરાયું છે. આ સેવા કાર્યને સફળ બનાવવા માટે જિલ્લા વિકાસ અધિકારી, મોરબી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી,જિલ્લા પંચાયત મોરબી દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે.