વેસ્ટ બોટલ એકઠી કરવાના કોમ્પિટિશનમાં 45 મિનિટમાં બહોળી સંખ્યામાં બોટલો એકઠી કરી T.Y. BSCની વિદ્યાર્થિનીઓ વિજેતા બની મોરબી : મોરબીની શ્રીમતી જે. પટેલ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ આજે મોરબીના જાહેર રસ્તાઓ, વિસ્તારોમાંથી આશરે 3700 વેસ્ટ પ્લાસ્ટિક બોટલ એકઠી કરી પ્લાસ્ટિક ફ્રી મોરબી બનાવવાની ઝુંબેશ હાથ ધરી છે. જેમાં કોલેજ દ્વારા દરેક વર્ગ વચ્ચે વેસ્ટ બોટલ એકઠી કરવાની કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન માત્ર 45 મિનિટમાં વિદ્યાર્થિઓની બહોળી સંખ્યામાં બોટલો એકઠી કરી ટી. વાય. બી.એસ.સી.ની વિદ્યાર્થિનીઓ વિજેતા જાહેર થઈ હતી. ત્યારે પ્રિન્સિપાલ આરતી રોહને જણાવ્યું છે કે, દરેક શાળા, મહાશાળાઓ તથા દરેક સંસ્થાઓએ પ્લાસ્ટિક ફ્રી બનવા માટે પૂરતા પ્રયત્નો કરવા જોઈએ. તેમજ સાથે મળીને નાના-નાના પગલાઓથી શરૂઆત કરીએ, મોરબી ને સ્વચ્છ અને સુંદર બનાવીએ.