મોરબી : વિશ્વકર્મા સોશિયલ ગ્રુપ મોરબી દ્વારા વિશ્વકર્મા જયંતી પ્રસંગે 10 ફેબ્રુઆરીના રોજ સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં 70 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પને સફળ બનાવવામાં નરેશભાઈ જાદવાણી, રાકેશભાઈ સાકડેચા, ધર્મેન્દ્રભાઈ વડગામા, અંકિતભાઈ વડગામા અને મેહુલભાઈ ધાંગધરીયા એ જહેમત ઉઠાવી હતી. રક્તદાન કેમ્પની સાથે સમાજવાડીનું ભૂમી પૂજન, યજ્ઞ, તેજસ્વી તારલા સન્માન, મહાપ્રસાદ, શોભાયાત્રા અને રક્તદાતાને ડો.દીપ્તિબેન કડેચા તરફથી ગીફ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક પૂજ્ય પ્રેમસ્વામી અને રમેશભાઈ માકાસણાએ વિશ્વકર્મા સોશિયલ ગ્રુપ અને રક્તદાતાઓનો આભાર માન્યો હતો.