માળિયા (મિયાણા) : જુના ઘાંટીલા ગામના યુવાનો છેલ્લા 10 વર્ષથી અનોખી રીતે ગૌસેવા કરી રહ્યાં છે. છેલ્લા 10 વર્ષથી ગામના યુવાનો દર વર્ષે 50 થી 100 વીઘા જમીન પર લીલા ચારાનું વાવેતર કરી અને આજુબાજુની તમામ ગૌ-શાળામાં પોતાના વાહનો થકી પોંહચાડી અને ગૌ માતાની અનોખી સેવા કરીને અબોલ જીવો માટે પુણ્યનું કામ કરી રહ્યાં છે.આ સેવા માટે ગામના તમામ ઘરોનો આર્થિક સાથ સહયોગ દરવર્ષે ખુબ જ મળી રહે છે. દરેક વર્ષે ગામના તમામ ઘરોનો ફાળો ઉઘરાવી અને પોતાના ખર્ચ તેમજ પોતાની મહેનતથી વાવેતર કરી અને પોતાના વાહનો થકી ગૌ-શાળાંમાં લીલો ચારો પોંહચાડે છે. આ કાર્ય પાછળ જોડાયેલા સમસ્ત જુના ઘાંટીલા યુવા ગૃપ વતી તમામ સહયોગનીનો આભાર માને છે.