મોરબી : મોરબીમાં આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાઈ હતી. જેને પરિણામે વાતાવરણ આહલાદક બની ગયું હતું. તો બીજી તરફ હાઇવે ઉપર વિઝીબલિટી ઘટી જતાં વાહન વ્યવહારને ભારે અવસર પહોંચી હતી. દરરોજ સવારે કસરત અને જોગિંગ કરવા નીકળતા લોકોએ આજના આ ધુમ્મસભર્યા વાતાવરણને મનભરીને માણ્યું હતું.