માળિયા (મી.) : માળિયા મિયાણા પંથકમાં નાગડાવાસ અને માળીયા મિયાણા હાઈવે નજીકના ગામો ઉપરથી આજે ખૂબ ઓછી ઊંચાઈએ ઉડતું પ્લેન પસાર થયુ હતું. જેને લઈને લોકોમાં ભારે કુતુહલ સર્જાયું છે. આ મામલે માળિયા (મી.) નાયબ મામલતદાર ગંભીરભાઈએ જણાવ્યું કે મામલતદાર કચેરી ઉપર પણ આ પ્લેન જોવા મળ્યું હતું. કોનું પ્લેન છે એ ખ્યાલ નથી. પણ આ મામલે તપાસ કરાશે. વધૂમાં અન્ય એક અધિકારીએ આ પ્લેન કોસ્ટલ હાઇવેના સર્વે માટેનું હોવાની શક્યતા વ્યક્ત કરી છે.