વાંકાનેર : વાંકાનેરમાં 108 દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. આજે તા. 11-2-2025ના રોજ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ વાંકાનેર રહેતા દીનાબેનને પ્રસુતિ પીડા ઉપાડતા 108ની ટીમ દ્વારા રસ્તામાં જ નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી છે. આજે સવારે 11:06 કલાકે મૂળ મધ્યપ્રદેશના હાલ ક્યુટોન કંપનીમાં રહેતા 23 વર્ષીય દીનાબેન જીતેશભાઇને પ્રસુતિ પીડા ઉપાડતા 108માં ફોન કરવામાં આવ્યો હતો. જેમાં વાંકાનેરથી મોરબી જતા રસ્તામાં જ દીનાબેનની ડિલિવરી કરાવવાની ફરજ પડી હતી. આ દરમ્યાન ભાયલી જાંબુડિયાના બોર્ડ પાસે પ્રસુતિ કરાવવામાં આવી હતી. જે બાદ માતા અને બાળકને મોરબી સિવિલ હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. ત્યારે હાલ માતા અને બાળક બંને તંદુરસ્ત છે. આ કામગીરી ercp ડો.પરમાર, EMT હિતેશ ભરવાડ અને પાયલોટ રાજદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી છે.