હળવદ : હળવદના મયાપુરના વતની અને હળવદ તાલુકા ભાજપ (ગ્રામ્ય)ના પ્રમુખ ભરતભાઈ કણઝરીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરીને 15 માર્ચ સુધી કેનાલમાં પાણી ચાલુ રાખવા બાબતે માગ કરી છે.ભરતભાઈ કણઝરીયાએ રજૂઆતમાં જણાવ્યું છે કે, હાલ મોરબી જિલ્લાના હળવદ અને માળિયા તાલુકામાં શિયાળુ પાકોનું વાવેતર કરાયું છે. લગભગ પાકો તૈયાર થવાના આરે હોઈ સરકાર દ્વારા 28 ફેબ્રુઆરીથી મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલો રીપેરીંગ માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે તૈયાર થયેલા પાકો માટે ખૂબ જ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી સ્થિતિ છે. તેથી ખેડૂતોએ અમારી સમક્ષ મૌખિક રજૂઆતો કરી છે. આ રજૂઆતોને ધ્યાને લઈ 15 માર્ચ સુધી ત્રણેય કેનાલ ચાલુ રાખવામાં આવે તે ખેડૂતોને ફાયદો થઈ શકે તેમ છે. તો ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે.