મોરબી : મોરબી પંથકના 80 વર્ષના પ્રેમીબેન છગનભાઈ પ્રયાગરાજમાં પરિવારથી છુટા પડી ગયા કોઈ ઓળખતા હોય તો મનીષ ઉપાધ્યાયનો સંપર્ક કરવા જણાવાયુ છે.સૌરાષ્ટ્રના મોરબી પંથકના 80 વર્ષના પ્રેમીબેન છગનભાઈ પ્રયાગરાજ ખાતે તેમના પરિવારથી વિખુટા પડી ગયા છે. પ્રેમીબેન સહી સલામત છે અને પોલીસ તેમને ઓલ્ડ એજ હોમમાં આશરો આપવા તૈયારી કરી રહી છે. જો કોઈ પ્રેમીબેન છગનભાઈને કે તેમના પરિવારજનને ઓળખતા હોય તેમને એએફપી સમાચાર સંસ્થા સભ્ય દિલ્હીના મનીષ ઉપાધ્યાય મો.નં. 9873760629નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.