એલસીબી અને એ ડિવિઝન પોલીસે પાડેલા દરોડામાં બે મહિલા સહિત ત્રણ આરોપી પકડાયામોરબી : મોરબી શહેરના પરસોતમ ચોકમા એલસીબી અને પચ્ચીસ વારીયા વિસ્તારમાં એ ડિવિઝન પોલીસે દરોડા પાડી બે મહિલા સહિત ત્રણ આરોપીઓને 350 લીટર દેશી દારૂ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી બે આરોપીઓને ફરાર જાહેર કર્યા હતા.પ્રથમ દરોડામાં મોરબી એલસીબી ટીમે કાલિકા પ્લોટ નજીક પરસોતમ ચોકમાં મેલડી માતાજીના મંદિર પાસેથી ગૌરીબેન રસિકભાઈ હમીરપરા અને સલમાબેન તોફિકભાઈ ચાનીયા નામના મહિલાઓને દેશી દારૂની 1200 કોથળી સહિત 270 લીટર દેશી દારૂ સાથે ઝડપી લેતા દારૂનો આ જથ્થો મહિલાઓએ આરોપી નવઘણ જેઠાભાઇ દેગામાં રહે.લીલાપર વાળા પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા પોલીસે નવઘણને ફરાર દર્શાવી 54 હજારના દારૂ સાથે બન્ને મહિલાઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.જ્યારે બીજા દરોડામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે દલવાડી સર્કલ પાસે કેનાલ નજીક આવેલ પચ્ચીસ વારીયામાં દરોડો પાડી આરોપી અર્જુન હેમાભાઈ પરમારને 80 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 16000 સાથે ઝડપી લઈ પૂછતાછ કરતા દેશી દારૂનો આ જથ્થો આરોપી શનિ શાંતિલાલ કડેવાર રહે.ગોકુલનગર વાળા પાસેથી મેળવ્યાનુ કબુલતા બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.