પોલીસને જોઈ બે બાઈક સવાર નાસી ગયા, 180 નંગ બિયર સહિત 1.03 લાખનો મુદ્દામાલ કબ્જે હળવદ : હળવદ તાલુકાના સુંદરગઢ ગામની સીમમાંથી પોલીસે બાતમીને આધારે વોચ ગોઠવી બે બાઈક સવારના કબ્જામાંથી 180 નંગ બિયરનો જથ્થો કબ્જે કર્યો હતો. જો કે, પોલીસને જોઈ ગયેલા શખ્સ બાઈક રેઢા મૂકી નાસી જતા પોલીસે બન્ને શખ્સને ફરાર દર્શાવી 1.03 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન સુંદરગઢ ગામની સીમમાં બે યુવાન બાઈક ઉપર બિયરની હેરફેર કરી રહ્યા હોવાની બાતમીને આધારે વોચ ગોઠવતા વનારકી જવાના રસ્તે જીજે - 36 - એજી - 3232 નંબરનું યામાંહા તેમજ જીજે - 36 - એચ - 3131 નંબરનું સ્પેલન્ડર બાઈક રેઢું મૂકી આરોપી રમણિક ઉર્ફે બુઘો અવચરભાઈ શિપરા અને આરોપી કરશન ચંદુભાઈ બહાપિયા રહે.બન્ને સુંદરગઢ વાળા નાસી ગયા હતા. બન્ને બાઈકમાંથી પોલીસે 180 નંગ બિયરના ટીન કિંમત રૂપિયા 23580 કબ્જે કરી 80 હજારની કિંમતના બે બાઈક સહિત 1,03,580નો મુદામાલ કબજે કરી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.