મોરબી : મોરબી શહેરના જેઇલ રોડ ઉપર તેમજ કબીર ટેકરી વિસ્તારમાંથી સીટી એ ડિવિઝન પોલીસે અલગ અલગ બે દરોડામાં વિદેશી દારૂ અને બિયર સાથે બે શખ્સને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે જેઇલ રોડ ઉપરથી આરોપી સિકંદર ઉર્ફે બલૂન રજાકભાઈ બ્લોચને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 600 સાથે ઝડપી લીધો હતો. જ્યારે બીજા દરોડામાં પોલીસે જતીન રમેશચંદ્ર વડેરાને કબીર ટેકરી નજીક રામપીર મંદિર પાસેથી કિંગ ફિસર બિયરના 2 ટીન કિંમત રૂપિયા 200 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.