મોરબી : મોરબીની અવની ચોકડી પાસે રસ્તામાંથી ટ્રાફિક પોલીસના કોન્સ્ટેબલ વિજયભાઈને ત્રણ દિવસ પહેલા એક આઈફોન મળ્યો હતો. જે આઈફોન મૂળ માલિકને શોધીને તેને પીએસઆઈ ડી.બી. ઠક્કર, કોન્સ્ટેબલ વિજયભાઈ, મહેશભાઈ, વિનોદભાઈ, દેવયતભાઈની ટીમે પરત કર્યો હતો. આ વેળાએ મોબાઇલ પરત મળવા બદલ મૂળ માલિકે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.