કામગીરી મોડેથી શરૂ થઈ : ભારે અવ્યવસ્થા સર્જાઈ હોવાનો અરજદારોનો બળાપો : મ્યુનિસિપલ કમિશનરે પણ સેન્ટરની મુલાકાત લીધીમોરબી : મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપરના સિવિક સેન્ટરમાં આજથી જન્મ-મરણના દાખલાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં પ્રથમ દિવસે જ સર્વરના ધાંધિયાથી લોકોને હાલાકી પડી હતી. મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર મહાપાલિકાનું સિવિક સેન્ટર કાર્યરત છે. જ્યાં આજથી જન્મ મરણના દાખલાની કામગીરી શિફ્ટ કરવામાં આવી છે. અરજદારોના જણાવ્યા અનુસાર આજે સર્વરના ધાંધિયાને કારણે લોકોને હાલાકી પડી હતી. પહેલા નીચે બધા ઉભા હતા બાદમાં ઉપર મોકલ્યા હતા. કામગીરી મોડેથી શરૂ કરવામાં આવી હતી. ઉપરાંત અમુક કોમ્પ્યુટર પણ મોડેથી મુકવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ આજે સેન્ટરની મુલાકાત લીધી હતી. તેઓએ જણાવ્યું કે જૂની કચેરીમાં વેઇટિંગ એરિયા ન હોય જન્મ મરણના દાખલાની કામગીરી અહીં શરૂ કરવામાં આવી છે. અહીં ટોકન વ્યવસ્થા સાથે વેઇટિંગ એરિયા પણ ઉપલબ્ધ છે. અંદાજે 150 જેટલા લોકોને ટોકન આપવામાં આવી રહ્યા છે. વધુમાં હાલ પાર્કિંગ એરિયા ન હોય તે અંગે પણ વ્યવસ્થા કરવામાં આવશે. ઉપરાંત હાલ એક જ લોગ ઇન છે તેને પણ વધારવા માટે સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે.