કચ્છમા રહેતા પિતાએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવીમોરબી : મોરબીના મકનસર ગામે પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેવાના બનાવમા પરિણીતાના કચ્છ રહેતા પિતાએ પતિ અને જેઠના શારીરિક માનસિક ત્રાસથી તેમની દીકરીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાથી મરવા મજબુર કરવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મકનસર ગામે પ્રેમજીનગરમાં રહેતા રસિલાબેન ઉર્ફે જયશ્રીબેન કિશનભાઈ જોશીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા આ બનાવના કચ્છ રાપરના દેવસર ગામે રહેતા ભગવનજીભાઈ મૂળાજીભાઈ દવેએ મૃતક રસિલાબેન ઉર્ફે જયશ્રીબેનના પતિ કિશન મૂળાજી જોશી અને જેઠ હમથાજી મૂળાજી જોશી વિરુદ્ધ પોતાની દીકરીને શારીરિક માનસિક ત્રાસ આપી મરવા મજબુર કર્યા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.