હળવદ : હળવદ વેગડવાવ રોડ ઉપર ગત તા.29 જાન્યુઆરીના રોજ જીજે - 01 - કેજે - 5502 નંબરના કાર ચાલકે બેફિકરાઈથી પોતાની કાર ચલાવી જીજે - 36 - એએચ - 9534 નંબરના એક્ટિવા ઉપર જઈ રહેલા માનસર ગામના દીનેશગીરી નટવરગીરી ગોસાઈ તેમજ જીજે - 13 - એચએચ - 7284 નંબરનું બાઈક લઈને જઈ રહેલા રતિલાલ વાલજીભાઈ પરમાર રહે.હળવદ વાળાને હડફેટે લઈ અકસ્માત સર્જતાં આ બનાવમાં દીનેશગીરીનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પિતા નટવરગીરીએ હળવદ પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.