મોરબી : આજ રોજ ભગવાન વિશ્વકર્મા દાદાની જયંતીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીમાં પણ ગુર્જર સુથાર જ્ઞાતિ દ્વારા ઉત્સાહભેર ભગવાન વિશ્વકર્મા દાદાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન વિશ્વકર્મા જયંતી નિમિત્તે આજે ગુર્જર સુથાર જ્ઞાતિ દ્વારા ભગવાન વિશ્વકર્મા દાદાની ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આયોજકોના જણાવ્યા પ્રમાણે, ભગવાન વિશ્વકર્મા દાદાની જયંતી નિમિત્તે આજે ગુર્જર સુથાર જ્ઞાતિ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી છે. આ શોભાયાત્રા ભગવાન વિશ્વકર્મા દાદાના મંદિરેથી નીકળી હતી અને સમગ્ર મોરબીમાં ફરીને પરત વિશ્વકર્મા દાદાના મંદિરે પરત ફરશે. આ શોભાયાત્રામાં સર્વ સમાજના લોકો જોડાયા હતા. સાથે જ વિશ્વકર્મા જયંતી નિમિત્તે ગુર્જર સુથાર જ્ઞાતિ દ્વારા બપોરે બ્લડ ડોનેશન કેમ્પ અને સમૂહ જ્ઞાતિ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા.