મોરબી : ઘરેથી કોઈને પણ જાણ કર્યા વગર નીકળી ગયેલા મહિલા સાથે કાઉન્સેલિંગ કરી મોરબીની 181 અભયમ ટીમે તેના પતિ સાથે સુખદ મિલન કરાવ્યું છે.જાણવા મળ્યા મુજબ તા. 09/02/2025ના રોજ સવારે એક વ્યક્તિ દ્વારા 181માં ફોન આવેલ કે એક મહિલા મળી આવેલ છે માટે મદદની જરૂર છે. ત્યારબાદ કેસ આવતાની સાથે જ તત્કાલ 181 ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. 181 ટીમના કાઉન્સિલર સેજલ પટેલ, કોન્સ્ટેબલ જયેશ્રીબેન તેમજ પાયલોટ જીગરભાઈ તે મહિલા સુધી પહોંચેલ. આ અંગે તે વ્યક્તિએ જણાવેલ કે મહિલા ક્યારના એકલા ઉભા હોય તેમજ રડતા હોય ત્યારબાદ સૌ પ્રથમ મહિલાને સાંત્વના આપી ધીરજ સાથે કાઉન્સિલિંગ કરેલ તો તેમણે જણાવેલ કે તેવો મૂળ ઓડિશાના છે. અહીંયા તેઓ તેમના પતિ સાથે એક કંપનીમાં કામ કરવા આવ્યા હોય પરંતુ પતિ સાથે ઝઘડો થતાં તે તેમના પતિને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયા હતા. ત્યારબાદ મહિલાને સલાહ સુચન અને માર્ગદર્શન આપીને સમજાવેલ કે હવે પછી તેમના પતિને જાણ કર્યા વગર ઘરેથી નીકળશે નહીં અને પછી તે પીડિતા મહિલાએ જણાવેલ સરનામા પ્રમાણે ત્યા પહોંચી તેમના પતિને સોંપેલ.પતિનું કાઉન્સિલિંગ કરતા તેમણે જણાવેલ કે તેમની પત્ની જાણ કર્યા વગર નીકળી ગયા બાદ આજુબાજુના વિસ્તારમાં તેમજ ઘણા લોકોને તેમની પત્ની બાબતે પૂછપરછ કરેલ પરંતુ કાંઈ ખબર મળી નહીં. પોતે પણ ચિંતિત હતા. ત્યારબાદ 181 ટીમ દ્વારા તેમના પતિને સલાહ સૂચન અને માર્ગદર્શન આપેલ. પોલીસ સ્ટેશન વિશે કાયદાકીય માહિતી આપેલ તેમજ તેમની પત્ની જોડે ઝગડો ના કરવા જણાવેલ અને હવે પછી તેમની પત્નીનું ધ્યાન રાખે જેથી હવે પછી આવી રીતે ઘરેથી ના નીકળે તેમજ મહિલાએ પણ જણાવેલ કે હવે પછી તેમના પતિને કહયા વગર ક્યારેય નીકળશે નહીં તેવું જણાવેલ અને રાજી ખુશીથી તેમના પતિ સાથે રહેવા જણાવેલ. આમ, મહિલાનુ પતિ સાથે મિલન કરાવેલ મહિલાના પતિએ સહીસલામત તેમના ઘરે પહોંચાડવા બદલ 181 અભયમ ટીમનો આભાર માન્યો હતો.