ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે મોરબી રીફર કરાયા : પોલીસ ઘટના સ્થળે દોડી હળવદ : હળવદ તાલુકાના ટીકર(રણ)ગામે આજે મોડી સાંજના એક જ કોમના બે જૂથ વચ્ચે જૂના મનદુઃખને લઇ મારામારીની ઘટના બની છે. જેમાં ચાર વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા પ્રથમ હળવદ અને વધુ સારવાર માટે મોરબી રીફર કરવામાં આવ્યા છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ આજે મોડી સાંજના હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા રમજાન ભાઈ અકબરભાઈ ભટ્ટી ઉંમર વર્ષ 29,હબીબભાઈ આસમભાઈ ભટ્ટી ઉમર વર્ષ 35,અકબરભાઈ આસમભાઇ ભટ્ટી ઉમર વર્ષ 55 અને સાબીરભાઈ અકબરભાઈ ભટ્ટી ઉંમર વર્ષ 27 રહે બધા ટીકરને તેમની સમાજના જ જૂથ સાથે જૂના મનદુઃખને લઇ બોલાચાલી થતા બોલાચાલી મારામારીમાં પરણમી હતી.જેમાં ઉપરોક્ત ચારેય વ્યક્તિઓને સામેના જૂથના લોકો દ્વારા માથાના ભાગે,પીઠના ભાગે,પેટના ભાગે અને છાતીના ભાગે તીક્ષણ હથિયાર વડે હુમલો કરતા લોહી લુહાણ હાલતમાં ચારે વ્યક્તિઓને પ્રથમ હળવદ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે મોરબી રીફર કરવામાં આવ્યા છે બીજી તરફ બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે.