ટંકારા : શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ ટંકારા દ્વારા તારીખ 8 અને 9 ફેબ્રુઆરી બે દિવસ ગુરૂકુલ મહાલય ખાતે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.આ વોલીબોલ ટુર્નામેન્ટમાં કુલ જિલ્લા કક્ષાની આઠ ટીમો અને ગ્રામીણની આઠ ટીમો એમ બે ઝોન પાડવામાં આવ્યા છે. એમાં આજે જિલ્લા કક્ષાની ટીમની વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે અને આવતીકાલે ગ્રામીણ કક્ષાની ટીમો વચ્ચે મેચ રમાશે. સૌ રમત પ્રેમી જનતાને આ ટુર્નામેન્ટ નિહાળવા પધારવા આમંત્રણ પાઠવાયું છે.