મોરબી : મોરબી મહાનગરપાલિકામાં એક દશકાથી વધુ સમયથી રેકોર્ડનું વર્ગીકરણ કરવામાં આવ્યું નથી. ત્યારે તમામ વિભાગોને વહીવટી સરળતા માટે તમામ રેકોર્ડનું વર્ગીકરણ કરવાની સૂચના આપવામાં આવી છે. પરિણામે શનિ-રવીની રજામાં તમામ વિભાગોના સ્ટાફ દ્વારા રેકોર્ડ વર્ગીકરણની કામગીરીનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.