મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 8 ફેબ્રુઆરીના રોજ કપાસ, ઘઉં, જીરું, મગફળી, રાયડો, ચણા, કાળા તલ, તુવેર સહિતના પાકો તથા લીલા મરચા રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. આજે 755 ક્વિન્ટલ એટલે કે 2725 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા 1440 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસ ઉપરાંત 46 ક્વિન્ટલ ઘઉંની પણ આવક થઈ છે. ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 650, જીણી મગફળીના પ્રતિમણ 1058, જીરુંના 3692, રાયડાના 1025, ચણાના 980, કાળા તલના 4200 અને તુવેરના 1300 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 500 રૂપિયા, રીંગણાના 400 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1600 રૂપિયા, ભીંડાના 900 રૂપિયા, ટામેટાના 200 રૂપિયા, કોબીજના 80 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 700 રૂપિયા, દુધીના 240 રૂપિયા અને સુક્કી ડુંગળીના 440 રૂપિયા ભાવ બોલાયા છે.