મોરબી: તારીખ 5 ફેબ્રુઆરીના રોજ સ્વ. ચંપાબેન ઉમેદચંદ સંઘવીની પુનિત યાદમાં તેઓના પુત્ર ડો. એન. યુ. સંઘવી (મોરબી) હાલ મુંબઈ દ્વારા ડો. હસ્તીબેન મહેતાના 161મા એક દિવસીય નિદાન અને સારવાર કેમ્પનું આયોજન રોહીદાસપરા પાસે રેલવે સ્ટેશન પાછળ આવેલા કબીર આશ્રમ આંગણવાડી ખાતે કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં આંગણવાડીના બાળકો તેમજ પરિવાર તથા આસપાસના વિસ્તાર દર્દીઓને તપાસી ત્રણ દિવસની દવા સાથે જરૂરિયાત અનુસાર બ્લડ સુગર ફ્રી કરી આપવામાં આવ્યું હતું. તેમજ કેતનભાઈ મેહતા દ્વારા બીપી ચેક કરી અપાયું હતું. જયસુખભાઈ ભાલોડિયા દ્વારા સાંધા, વા, ઘૂંટણ, કમર જેવા દર્દીને પોઇન્ટ દ્વારા વિશિષ્ટ પ્રકારની સારવાર આપવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે આંગણવાડી કાર્યકર વંદનાબેન દવે, તેડાગર વિજયાબેન ચૌહાણ, સામાજિક કાર્યકર પ્રિયાબેન પટેલ, સંગીતાબેન કાટીયા સહિતનાએ જહેમત ઉઠાવી હતી. કેમ્પ સહાયક રશ્મિનભાઈ દેસાઈ, નિશાન દેસાઈએ સેવા આપી હતી.