રવાપર રોડ ઉપર આવેલ દુકાનનો વેરો ભરવા મામલે ઝઘડો થયા બાદ બાબુભાઇનો પીતો છટક્યોમોરબી : મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ કોમ્પ્લેક્સમા દુકાન ધરાવતા યુવાનને બાકી વેરો ભરી દેવા કોમ્પ્લેક્સ માલિકે જાણ કર્યા બાદ બાકી વેરા અંગે પૂછવા જતા બાબુભાઇ પટેલ નામના આસમીએ યુવાનને બંદૂક બતાવી લાકડી વડે પાછળ દોડી દોડીને માર મારતા યુવાનનો હાથ ભાંગી જતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરના રવાપર રોડ ઉપર રહેતા અને ટાઇલ્સનો વેપાર કરતા જીનેશ શૈલેષભાઇ જાલરીયા ઉ.21 નામના યુવાને આરોપી બાબુભાઇ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી બાબુભાઇ પાસેથી દસ વર્ષ પહેલાં દુકાન ખરીદી હોય જેનો બાકી વેરો ભરી દેવા બાબુભાઈનો ફોન આવ્યો હતો. જે બાદ ફરિયાદી બાબુભાઈના સરદાર બાગ પાછળ આવેલા ઘેર જઇ કેટલો વેરો ભરવાનો છે તેમ પૂછતાં જ બાબુભાઈનો પીતો છટક્યો હતો અને રાયફલ બતાવી જાનથી મારી નાખવા ધમકી આપી ઘરની બહાર કાઢી લાકડી વડે દોડાવી દોડાવીને માર મારતા હાથમાં ફ્રેકચર થઈ જતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.