રાજકોટ : પશ્ચિમ રેલ્વેના રાજકોટ-ભક્તિનગર સેક્શનમાં રોડ અંડર બ્રિજના બાંધકામ માટે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા બ્લોક લેવામાં આવશે. જેના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો થશે. જેમાં ટ્રેન નંબર 59424 વેરાવળ-રાજકોટ લોકલ તા. 10-2-2025ના રોજ રદ રહેશે. ટ્રેન નંબર 59423 રાજકોટ-વેરાવળ લોકલ તા. 11-2-2025ના રોજ રદ રહેશે.આ ઉપરાંત ટ્રેન નં. 59424 વેરાવળ-રાજકોટ લોકલ તા. 8-2-2025ના રોજ વેરાવળથી 2 કલાક મોડી ઉપડવા માટે રીશેડ્યૂલ કરવામાં આવી છે. આ ટ્રેન વેરાવળથી તા. 8-2-2025ના રોજ તેના નિર્ધારિત સમય સાંજે 5 કલાકની બદલે 7 કલાકે ઉપડશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને રચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.