હળવદ : મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ હળવદ તાલુકાના શક્તિનગર થી જુના વેગડવાવ સુધીનો રોડ મંજુર કરવામાં આવ્યો છે. કુલ 4.50 કિલોમીટરનો આ રોડ 4.37 કરોડના ખર્ચે મંજૂર કરાયો છે. જેમાં શક્તિનગર થી જુના વેગડવાવ સુધી માટી કામ, મેટલ કામ, નાળા કામ, ડામર કામ તથા સીસી રોડ સહિતનું કામ કુલ 4 કરોડ 37 લાખના ખર્ચે કરવામાં આવશે.