મોરબી : વર્ષ 1996 અને 1997માં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટ/ધાડ અને લૂંટની કોશિશના અલગ અલગ બે ગુનાના આરોપીને મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડની ટીમે 29 વર્ષે ઝડપી પાડ્યો છે.કેસની વિગતો જોઈએ તો, વર્ષ 1996 અને 1997માં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં લૂંટ/ધાડ અને લૂંટની કોશિશ અંગેનો ગુનો નોંધાયો હતો. આ ગુનાના કામનો આરોપી ગોરધન ભુરાભાઈ મેડા (રહે. રેણુ, તા.જિ. જાંબુઆ (મધ્યપ્રદેશ), ) હાલ મોરબીની રવિરાજ ચોકડીએ હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે તપાસ કરતાં આરોપી ગોરધનસિંગ ભુરાભાઈ મેડા (ઉં.વ. 47) મળી આવ્યો હતો. જેથી આરોપીને પકડીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં વધુ કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો છે.