હળવદ : હળવદ શહેરમાં આવેલ ક્રિષ્ના પાર્કમાં રહેતા અને મૂળ સૂરવદર ગામના રહેવાસી જયાબેન ઠાકરશીભાઈ દેત્રોજાનું તારીખ :- 6-2-2025 ને ગુરુવારના રોજ અવસાન થતાં મોરબી મેડિકલ કોલેજમાં દેહદાન કરવામાં આવ્યું હતું. જયાબેન જીવિત હતા ત્યારે તેઓએ શુભ સંકલ્પ કર્યો હતો અને પરિવારજનોને કહ્યું હતું કે, મારા મૃત્યુ પછી મારા પાર્થિવદેહને મેડિકલ કોલેજમાં દેહદાન કરવામાં આવે. તેથી તેમના પરિવારજનોએ તેઓ જીવિત હતા ત્યારે જ દેહદાનનો સંકલ્પ કરી દેહદાન માટે સંકલ્પ પત્ર ભરી મેડિકલ કોલેજમાં સુપ્રત કર્યું હતું. ત્યારે 6 ફેબ્રુઆરીએ તેઓનું નિધન થતાં પરિવારના મોભી ઠાકરશીભાઈ અને પુત્ર નયનભાઈ દેત્રોજા (પ્રદેશ યુવા ભાજપ કારોબારી સભ્ય)એ મોરબી મેડિકલ કોલેજનો સંપર્ક કરી અને દેહદાન કર્યું હતું. હળવદ વિસ્તારમાં દેહદાનની આ સેવા થકી અનેક લોકોને પ્રેરણા મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી મેડિકલ કોલેજ બન્યા પછી હળવદ તાલુકાનું આ પ્રથમ દેહદાન મેડિકલ કોલેજમાં થયેલ છે. પાર્થિવ દેહ મેડિકલ કોલેજ ખાતે વિદ્યાર્થીઓના અભ્યાસ સાથે ઉપયોગમાં લેવામાં આવશે ત્યારે દેત્રોજા પરિવારે આ ઉમદા કાર્ય કર્યું. જેનાથી અન્યો પ્રેરાશે અને હળવદ વાસીઓ પણ આ ઉમદા કાર્યની સરાહના કરી રહ્યા છે.