મોરબી : મોરબી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. અવાર નવાર રખડતા ઢોરના કારણે લોકોને હેરાનગતિનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે આજરોજ મોરબીમાં યુનિયન બેંક પાસે બે આખલા બાખડયા હતા. યુનિયન બેંક પાસે જાહેર રોડ પર જ બે આખલા વચ્ચે બરાબરનું યુદ્ધ જામ્યું હતું. આખલાઓએ કેટલાક વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું. જ રસ્તા વચ્ચે જ બે આખલા બાખડી પડતા ત્યાંથી પસાર થતાં રાહદારીઓ અને આસપાસના દુકાનદારોમાં થોડીવાર માટે દોડધામ મચી ગઈ હતી અને ભયનો માહોલ ફેલાયો હતો. જો કે મહા મહેનતે લોકોએ બંને આખલાનું યુદ્ધ રોક્યું હતું અને રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારે લોકો માગ કરી રહ્યા છે કે, મોરબી મહાનગરપાલિકા આવા રખડતા ઢોરને ડબ્બે પૂરે અને જનતાને રાહત અપાવે.