મોરબી : મોરબીના સામા કાંઠા વિસ્તારમાં આવેલ ફ્લોરાની સામે એક મેડિકલ સ્ટોરમાં આગ લાગી હતી. ભૂમિ મેડિકલ નામના મેડિકલ સ્ટોરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે અચાનક ભભૂકી ઉઠી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આગ લાગ્યાની જાણકારી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે.