અનમોલ જવેલર્સ (મુંબઇ) આશ્રય જવેલર્સ (રાજકોટ), વારસાગત જવેલ્સ (અમદાવાદ), શ્રી રાધે ડાયમંડસ (વડોદરા), VV જવેલ્સ (અમદાવાદ) અને અંતરિક્ષ જવેલ્સ (અમદાવાદ)ના એકથી એક ચડિયાતી જવેલરી મળશેપ્રથમ દિવસે શનિવારે રાત્રે 8:30થી 12 વાગ્યા સુધી ખાસ નાઈટ બાઝારનું આયોજન, આ 4 કલાક માટે એક્સક્લુઝીવ ઓફર્સ હશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના આંગણે ફરી એક વખત ગહેના લકઝરી પ્રીમિયમ એક્ઝિબિશનનું તા.8 ફેબ્રુઆરીથી બે દિવસ માટે ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અદભુત જવેલરીનું એક્સક્લુઝીવ કલેક્શન સૌના મન મોહી લેવાનું છે. તો ઘરઆંગણે આવેલ આ લ્હાવો ચૂકશો નહિ.મોરબીના સ્કાય મોલમાં તા. 8 અને 9 ફેબ્રુઆરી એમ બે દિવસ ગહેના લકઝરી પ્રીમિયમ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 6 પ્રખ્યાત જવેલર્સ ભાગ લેવાના છે. આ એક્ઝિબિશનમાં અનમોલ જવેલર્સ (મુંબઇ), આશ્રય જવેલર્સ (રાજકોટ), વારસાગત જવેલ્સ (અમદાવાદ), શ્રી રાધે ડાયમંડસ (વડોદરા), VV જવેલ્સ (અમદાવાદ) અને અંતરિક્ષ જવેલ્સ (અમદાવાદ)ના એકથી એક ચડિયાતું કલેક્શન સૌના મન મોહી લેવાનું છે.ઉલ્લેખનીય છે કે આ જાજરમાન એક્ઝિબિશનનું આયોજન મુંબઈની ખ્યાતનામ દ્રષ્ટિ ઇવેન્ટ્સ એન્ડ પ્રમોશનલ પ્રા.લી. દ્વારા કરવામાં આવ્યું છે. ઓર્ગેનાઇઝર ધર્મેશ ખેરગાવકરના નેજા હેઠળ આ કંપનીએ છેલ્લા 10 વર્ષમાં 300થી વધુ એક્ઝિબિશનનું સફળ આયોજન કર્યું છે. આ પ્રકારનું એક્ઝિબિશન મોરબીમાં 17મી વખત યોજાવા જઇ રહ્યું છે તો અવશ્યપણે આ એક્ઝિબિશનનો લ્હાવો લેવા પધારો અને જવેલરીનું શોપિંગ કરો.વધુમાં તા.8 ફેબ્રુઆરીના રોજ અહીં રાત્રે 8:30 થી 12 વાગ્યા સુધી ખાસ નાઈટ બાઝાર પણ યોજાનાર છે. આ 4 કલાક માટે એક્સક્લુઝીવ ઓફર્સ મળવાની છે. તો તારીખ યાદ રાખજો, સોનાના આભૂષણોના શોપિંગનો આ અવસર ચૂકશો નહિ. તા.8 અને 9 ફેબ્રુઆરી સમય : 10:30 થી 8:30સ્થળ : સ્કાય મોલ, મોરબીમો.નં.9892398360