કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા મોબાઇલ વાન 3 દિવસ જિલ્લાની શાળાઓમાં ફરી મોરબી : ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ તથા અધ્યક્ષ દિલીપભાઈ મહીડાની સૂચના અનુસાર મોરબી જિલ્લાના મોબાઈલ લીગલ સર્વિસીઝ યુનિટ/વાન દ્વારા મોરબી જિલ્લામાં તથા તાલુકામાં તારીખ 3 ફેબ્રુઆરી થી 5 ફેબ્રુઆરી સુધી ત્રણ દિવસ મોબાઇલ વાન આવી હતી. આ મોબાઇલ વાન દ્વારા શાળાના બાળકો તથા તેમના વાલીઓને પોકસોના કાયદા તથા ગુડ ટચ બેડ ટચ અંગેની કાર્ટૂન ટાઇપની શોર્ટ ફિલ્મ બતાવવામાં આવી હતી તથા સરકારની અલગ અલગ યોજના તથા નાલ્સાની અલગ અલગ સ્કિમની માહિતી આપવામાં આવી હતી તથા તે અંગેના પેમ્પલેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ મોબાઇલ વાન તારીખ 3 ફેબ્રુઆરીના રોજ વાંકાનેરની સ્કૂલમાં, નવા ધમલપરની શાળામાં, તારીખ 4 ફેબ્રુઆરીના રોજ ટંકારા તાલુકાની ન્યૂ વિઝન સ્કૂલz વાઘગઢ ગામ મુકામે તથા મેઘપર ઝાલા ગામ મુકામે, વિકાસ વિદ્યાલય (ચિલ્ડ્રન હોમ્સ) મોરબી મુકામે, 5 ફેબ્રુઆરીના રોજ માળિયા (મિયાણા) તાલુકાના મોટાભેલા, વવાણીયા તથા હરીપર ગામે પહોંચી હતી. જ્યાં શાળાના બાળકો તથા વાલીઓને પોકસોના કાયદા તથા ગુડ ટચ બેડ ટચ અંગેની કાર્ટુન ટાઈપ ફિલ્મ બતાવવામાં આવી હતી તથા સરકારની અલગ અલગ યોજના તથા નાલ્સાની અલગ અલગ સ્કિમ વિશેની માહિતી આપવામાં આવી હતી.