મોરબી : મોરબી મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસ એક્ટ-1961 હેઠળ પ્રવર્તમાન નિયમાનુસાર એપ્રેન્ટીસોની જગ્યાની ભરતી કરવા માટે વોક-ઇન-ઇન્ટરવ્યુનું આયોજન મોરબી મહાનગરપાલિકા કચેરી, મોરબી શહેર ખાતે કરવામાં આવ્યું છે. જેમાં સંબંધિત લાયકાત ધરાવતા ઉમેદવારોને હાજર રહેવા અંગે જાણ કરવામાં આવે છે.જેમાં કોમ્પ્યુટર ઓપરેટર (કોપા) ની 8 જગ્યાઓ માટે આઈ.ટી.આઈ. પાસ આઉટ ઉમેદવારો માટે અને બેન્ક ઓફિસ એપ્રેન્ટીસની 15 જગ્યાઓ જગ્યા માટે કોઈપણ ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે આગામી તારીખ 11-2-2025 ના રોજ અને હેલ્થ સેનેટરી ઈન્સ્પેકટરની 22 જગ્યાઓ માટે આઈ.ટી.આઈ. પાસ આઉટ ઉમેદવારો માટે આગામી તારીખ 18-2-2025 ના રોજ વોક-ઇન-ઇન્ટરવ્યૂ યોજાશેજે માટે ઇચ્છુક ઉમેદવારોની વયમર્યાદા 18 થી 35 વર્ષ સુધીની હોવી જોઈએ. તેમને રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત માસિક સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવશે. ઉમેદવારોએ વોક-ઇન-ઇન્ટરવ્યૂ સમયે લાયકાત સંબંધિત જરૂરી તમામ દસ્તાવેજોની નકલ તેમજ અસલ પ્રમાણપત્રો સાથે રાખવાના રહેશે.આ ઉપરાંત વોક ઇન ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત થનાર ઉમેદવારને કોઈપણ પ્રકારનું ભાડું કે ભથ્થું ચુકવવામાં આવશે નહીં. તેમણે સ્વખર્ચે અને સમયસર સ્થળ પર હાજર થવાનું રહેશે. આ સમગ્ર ભરતી પ્રક્રિયા અંગે આખરી નિર્ણયની સતા મ્યુનિસિપલ કમિશનર, મોરબી મહાનગરપાલિકાની રહેશે. તેમ ડેપ્યુટી કમિશનર (પ્રોજેકટ), મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.