તાલુકા પોલીસે ધ્રાંગધ્રાના શખ્સને દબોચી લીધો, મોરબીના શખ્સનું નામ ખુલ્યુંમોરબી : મોરબી તાલુકા પોલીસે સુરેન્દ્રનગર જિલ્લામાંથી મોરબીમાં વિદેશી દારૂનો જથ્થો ઠાલવાઈ તે પૂર્વે જ ઉંચી માંડલ નજીક વોચ ગોઠવી ઇકો કારમાં આવી રહેલ વિદેશી દારૂની 72 બોટલ સાથે ધ્રાંગધ્રાના શખ્સને ઝડપી લઈ ઇકો સહિત 3.48 લાખનો મુદ્દામાલ કબ્જે કરી મોરબીના શખ્સનું નામ ખોલાવ્યું હતું.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે હળવદ હાઇવે ઉપર ઉંચી માંડલ નજીક વોચ ગોઠવી જીજે - 13 - સીએ - 1852 નંબરની ઇકો કાર અટકાવી તલાશી લેતા કાર ચાલક આરોપી અલ્તાફ ઉર્ફે લાલો મુબારકભાઈ હિંગરોજા ઉ.24 રહે.માજી સૈનિક સોસાયટી, ધ્રાંગધ્રા વાળાના કબ્જામાંથી વિદેશી દારૂની 72 બોટલ કિંમત રૂપિયા 48794 મળી આવતા પોલીસે 3 લાખની ઇકો કાર સહિત કુલ રૂપિયા 3,48,794નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વધુમાં આરોપી અલ્તાફ ઉર્ફે લાલાની પૂછતાછ કરતા વિદેશી દારૂનો જથ્થો આરોપી સંદીપ બેચરભાઈ ચાઉ રહે.મોરબી સો ઓરડી વાળાને આપવાનો હોવાની કબૂલાત આપતા પોલીસે સંદીપ ચાઉને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.