મોરબી : નવરંગ નેચરલ ક્લબ દ્વારા આગામી તારીખ 9 ફેબ્રુઆરી ને રવિવારના રોજ સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી મોરબીના શનાળા રોડ પર ઉમિયા સર્કલ પાસે આવેલા સત્યેશ્વર મહાદેવ મંદિર પાસે રાહત ભાવે વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે.જેમાં દરેક જાતના ફૂલ છોડના કલમી રોપા, 26 પ્રકારના ગુલાબ, મોગરો, ચંપો, કેવડો, ગલગોટા, દરેક જાતના બીયારણ, દેશી ઓસડીયા, હાથેથી ખાંડેલા પાવડર, ચુર્ણ, શુદ્ધચોખ્ખું મધ, હરડે, બહેડા, આમળા, અરીઠા, શિકાકાઈ, ત્રિફળા, સરગવો, મેથી, સિંધાલૂણ, પાવડર ચુર્ણ, ધુપ, અગરબત્તી, ગુગળ, કપુર, હવન સામગ્રી, કાળી માટીના રસોઈના વાસણો, હાથેથી બનાવેલ તાવડી, પાટીયા, કુંડા, જાનકી ઓઈલ મીલ ઘાણીથી પીલેલ કાળા સફેદ તલની સાંની કચ્ચરીયુ તથા તલનું તેલ, શુદ્ધ મગફળીનું તેલ એક વર્ષની ગેરેન્ટી, કપ, રકાબી, બરણી, કાચના ગ્લાસ, ફ્રુટ પ્રોડક્ટ્સ, સાબુ, મહેંદી, દરેક બીમારીમાં ઉપયોગી દેશી ખાંડ, ગોળ મળશે. દર મહિનાના બીજા રવિવારે આ સંસ્થા ખેડૂત હાટ ભરે છે. વધુ માહિતી માટે પ્રમુખ વી.ડી. બાલા (મો.નં. 9427563898) અથવા લવજીભાઈ પ્રજાપતિ (મોરબી) (મો.નં. 9925369465)નો સંપર્ક કરવા જણાવાયું છે.