ટંકારા : ટંકારા તાલુકાના હરીપર ગામે કુવામાં મોટર સાફ કરવા ઉતરેલા ખેડૂતનું અકસ્માતે મોત થયું છે. હરિપર ગામે 42 વર્ષીય ખેડૂત હરેશભાઈ ચૌધરી પાણીની મોટર સાફ કરવા માટે કુવામાં ઉતર્યા હતા બાદમાં બહાર ન નીકળી શકતાં તેઓનું મોત નિપજ્યું છે. બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના હરીપર ગામે રહેતા ચૌધરી હરેશભાઈ કેશુભાઈ (ઉ. વ. 42) ખેતી કરતા હોય ગઈકાલે 5 ફેબ્રુઆરીના રોજ કુવામાં પિયત માટે નાખેલી ઈલેક્ટ્રીક મોટર ઓછું પાણી કાઢતી હોય કચરો આવી ગયાના અનુમાન સાથે સાફ કરવા કુવામાં ઉતર્યા હતા. બાદમાં કોઈ કારણોસર બહાર ન નીકળી શકતા કુવામાં ડુબી જવાથી મોત થયું હતું. બનાવ અંગે ટંકારા પોલીસને જાણ કરતાં તપાસ હાથ ધરી છે.