વવાણીયા, મોટાભેલા અને હરીપરમાં ફ્રી લીગલ એડ સર્વિસનો કાર્યક્રમો યોજાયોમાળિયા (મિયાણા) : હાઇકોર્ટનાં આદેશ અનુસાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા તાલુકા કાનૂની સેવા સિમિત-માળિયા (મિયાણા) દ્વારા મોબાઈલ વાન ટીમ માળિયા (મિયાણા) તાલુકાનાં વવાણીયા, મોટાભેલા અને હરીપર ગામમાં ફ્રી લીગલ એડ સર્વિસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં બાળકોને જાતિય ગુનાઓથી સુરક્ષા અપાવવા તથા ગુડ ટચ બેડ ટચ બાબતે બાળકોને જાગૃત કરી આવા કૃત્ય આચરનાર નરાધમો સામે નીડર બનવા આહવાન કરવામાં આવ્યું હતું. બાળકોને કાર્ટૂન સોટ મુવી દ્વારા મનોરંજન સાથે જ્ઞાન પીરસવામા આવ્યું હતું. જેમાં બાળકો, શિક્ષકો સહીત સરપંચ, સભ્ય તથા ગામના આગેવાનોએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમને સફળ બાનાવવા મોબાઈલ લીગલ સર્વિસ યુનિટ ટીમનાં સભ્યો તાલુકા વિકાસ અધિકારીનાં પ્રતિનિધિ તરીકે ચૌહાણ, માળિયા (મિયાણા) કોર્ટમાંથી સુપ્રિન્ટેન્ડેન્ટ અરુણભાઈ સોલંકી, લીગલ સર્વિસ વકીલ મનોજભાઈ વાણીયા, વ્યાસ તથા પી.એલ.વી ચેતનાબેન પટેલ, ઉર્મિલાબેન, અબ્બાસભાઈ જામ સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.