મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 5 ફેબ્રુઆરીના રોજ કપાસ, ઘઉં, તલ, મગફળી, જીરું, તુવેર, ચણા, એરંડા, જુવાર, બાજરો અને કાળા તલ તથા લીલા મરચા, રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. આજે 870 ક્વિન્ટલ એટલે કે 4350 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે પ્રતિમણના સૌથી ઉંચા રૂપિયા 1475 સુધીના ભાવ બોલાયા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસ ઉપરાંત 53 ક્વિન્ટલ ઘઉંની પણ આવક થઈ છે. ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 657, તલના 2006, જીણી મગફળીના પ્રતિમણ 994, જીરુંના 3820, બાજરાના 611, જુવારના 890, અડદના 1500, તુવેરના 1376, ચણાના 1054, એરંડાના 1194, કાળા તલના 4124 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 500 રૂપિયા, રીંગણાના 300 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1600 રૂપિયા, ભીંડાના 900 રૂપિયા, ટામેટાના 200 રૂપિયા, કોબીજના 80 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 800 રૂપિયા, દુધીના 300 રૂપિયા અને સુક્કી ડુંગળીના 440 રૂપિયા ભાવ બોલાયા છે.