બાઈક ચાલક અચાનક રોડ ઉપર આવી જતા રીક્ષામા બેઠેલા સગીરનું ઇજા થતાં મૃત્યુ નીપજ્યુંહળવદ : હળવદ - માનસર રોડ ઉપર અચાનક બાઈક ચાલક રોડ ઉપર આવી જતા રીક્ષા સાથે અકસ્માત સર્જાયો હતો જેને પગલે રીક્ષામાં બેઠેલા બે બાળકોને ઇજાઓ પહોંચી હતી જેમાં એક સગીરને છાતીના ભાગે ગંભીર ઇજા થતાં મૃત્યુ નિપજતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ - માનસર રોડ ઉપર જીજે - 03 - યુબી - 3342 નંબરની રીક્ષા આડે જીજે - 36 - એ એન - 4502 નંબરનો બાઈક ચાલક અચાનક રોડ ઉપર આવી જતા રીક્ષામાં બેઠેલા માનવ મહેશભાઈ જાદવને ઇજા પહોંચી હતી તેમજ ફરિયાદી મહેશભાઈ મગનભાઈ જાદવના ભત્રીજા કરણ ઉ.13ને પાસળીના ભાગે ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નિપજતા મહેશભાઈએ બાઈક ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.