મોરબી મહિલા પોલીસ મથકમાં પતિ, દિયર અને સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇમોરબી : વાંકાનેર શહેરમાં માવતર ધરાવતા દીકરીને સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ ગામના પતિ સહિતના સાસરિયાઓ ઘરકામ બાબતે ત્રાસ આપી શંકા કરી મેણા ટોણા મારતા હોય પતિ, દિયર અને સાસુ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના પંચાસર રોડ ઉપર જ્યોતિ વિદ્યાલયની બાજુમાં ખોડિયાર સોસાયટીમાં રહેતા કંચનબેન સંજયભાઈ વાઘેલાએ આરોપી પતિ સંજય પરસોત્તમભાઈ વાઘેલા, દિયર ચેતન પરસોત્તમભાઈ વાઘેલા અને સાસુ કાંતાબેન પરસોત્તમભાઈ વાઘેલા રહે. તમામ દુધરેજ, સુરેન્દ્રનગર વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, પતિ સહિતના સાસરિયાઓ ઘરકામ બાબતે શારીરિક - માનસિક ત્રાસ આપવાની સાથે શંકા કરી ત્રાસ ગુજારતા હોય ઘરસંસાર બરાબર ચાલે તે માટે સમાધાન કરવા પ્રયાસ કરવા છતાં સમાધાન ન થતા અંતે પતિ સહિતના સાસરિયા વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.