મોરબી જિલ્લાને રક્તપિત્ત મુક્ત બનાવવા સૌને સાથ-સહકાર આપવા કલેક્ટરની અપીલમોરબી : સમગ્ર દેશ સહિત રાજ્ય અને મોરબી જિલ્લામાં 30 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી 2025 સુધી રક્તપિત્ત જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ‘સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પઈન-2025'ની થીમ 'ચાલો સૌ સાથે મળીને જાગૃતિ લાવીએ, ગેરસમજ દૂર કરીએ અને રક્તપિત્ત ગ્રસ્ત વણશોધાયેલા ના રહે તે સુનિશ્ચિત કરીએ' છે.આ 'સ્પર્શ રક્તપિત્ત જાગૃતિ અભિયાન' અંતર્ગત 30 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી 2025 સુધી મોરબી જિલ્લાના દરેક ગામમાં રક્તપિત્ત અંગે જાણકારી આપવામાં આવશે. તદુપરાંત રક્તપિત નાબૂદી અભિયાનમાં અલગ અલગ રીતે ભીંતસૂત્ર, રેલી, પોસ્ટર, બેનર, સ્કૂલોમાં સ્પર્ધા, ટોક શો, આશા અને આરોગ્ય કાર્યકરોની ગૃહ મુલાકાત દરમિયાન રૂબરૂ લોક જાગૃતિ કરવામાં આવશે. સોશિયલ મીડિયા દ્વારા પણ પ્રચાર-પ્રસાર કરવામાં આવશે.15 દિવસ સુધી ચાલનારા આ અભિયાન દરમિયાન રક્તપિત અંગે આ વર્ષની થીમ મુજબ પ્રચાર પ્રસાર કરવામાં આવશે તથા રક્તપિત્ત નાબૂદી અંગે પ્રતિજ્ઞા લેશે. જેમાં રક્તપિત્તના દર્દી પ્રત્યે સંવેદના રાખી તેઓની કાળજી લેવામા આવે તેમજ તેની સાથે કોઇ ભેદભાવ ના થાય તે ખાસ સંદેશ આપવામાં આવશે. આ અભિયાનને સફળ બનાવવા માટે લોકોની સહભાગીદારી માટે મોરબી જિલ્લા રક્તપિત્ત અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.આ અભિયાનમાં જોડાવવા મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ પણ મોરબી જિલ્લાવાસીઓને અપીલ કરી છે. કલેક્ટરે જણાવ્યું છે કે, મોરબી જિલ્લાને રક્તપિત્ત મુક્ત કરવા કોઈ કસર છોડીશું નહીં. રક્તપિત્તને ઓળખવો સરળ છે તેમજ તેની સારવાર નિઃશુલ્ક છે.રક્તપિત્ત રોગ અંગે જરૂરી માહિતી- ચામડી પર આછા રંગનું ચાઠું હોય અને તેના પર સંવેદનાનો અભાવ હોય તો રક્તપિત્ત હોય શકે છે. માટે તપાસ કરાવવી, નિદાન અને સારવાર તદન મફત છે. - વહેલા નિદાનથી હાથ, પગ કે આંખોની વિકૃતિ અટકાવી શકાય છે. - સારવારનો સમયગાળો 6 થી 12 માસનો છે. - પગમાં સંવેદનાનો અભાવ હોય તો માઇક્રો સેલ્યુલર રબર શૂઝ દર્દીને આપવામાં આવશે.- ચાંદા પડેલ હોય તો અલ્સર કીટ વિનામૂલ્યે આપવામાં આવશે. - વિકૃતિની શરૂઆત હોય તો મફત ઓપરેશન કરાવી આપવામાં આવશે. - આ રોગ કોઈ પાપનું પરિણામ, કોઈ બુરી નજર કે કોઈ ગ્રહ પીડાના લીધે નથી, પણ બેક્ટેરિયાથી થતો ધીમો ચેપી .રોગ છે જે ચામડી અને બહારની ચેતાઓ પર અસર કરે છે. - તેના દર્દીઓ પ્રત્યે સંવેદનાભર્યું વર્તન અને તેઓ સારી રીતે જીવન નિર્વાહ કરી શકે તે માટે તેમને યથા યોગ્ય મદદ કરવી જોઈએ. - રક્તપિત્ત મુક્ત સમાજના નિર્માણમાં તમારો સહયોગ મળી રહે, તે અપેક્ષિત છે. - રકતપિત્તનું નિદાન અને સારવાર મોરબી જીલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે કરી શકાય છે.