મોરબી : ભારત સરકારના માર્ગદર્શન અનુસાર રેલવે વિભાગમાં આઈ.આઈ.ટી., ડિપ્લોમા પાસ આઉટ 18 થી 36 વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ તેમજ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ગ્રુપ-ડીની 32438 જગ્યાઓની ભરતી માટેની તાજેતરમાં જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત તેમાં RRB WR માટે 4672 જગ્યાઓ ભરવામાં આવશે.જેને ધ્યાનમાં રાખતા મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિના માર્ગદર્શન અનુસાર આ ભરતી પ્રક્રિયા અંતર્ગત મોરબી જિલ્લામાંથી મહત્તમ ઉમેદવારો અરજી કરે અને તેઓને રોજગારી મળે તે હેતુથી જરૂરી માર્ગદર્શન આપવા મોરબી જિલ્લાના ઉમેદવારો માટે નિઃશુલ્ક સેમિનારનું આયોજન કરવામાં આવશે.આગામી તારીખ 07/02/2025 ના એલ.ઈ.કોલેજ-ડિપ્લોમા અને આઈ.ટી.આઈ.-મોરબી, તારીખ 10-02-2025 ના કે.કે.શાહ હાઇસ્કૂલ-વાંકાનેર અને એચ.એન.દોશી કોલેજ-વાંકાનેર, અમરસિંહજી હાઇસ્કૂલ-વાંકાનેર ખાતે, તારીખ 11-02-2025 ના આઈ.ટી.આઈ.-ટંકારામાં અને તારીખ 12-02-2025 ના યુ.એન.મહેતા આર્ટસ કોલેજ- મોરબી ખાતે માર્ગદર્શનલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવશે.આ અંગે વધુ જાણકારી મેળવવા માટે જિલ્લા રોજગાર કચેરી, જિલ્લા સેવા સદન, બીજો માળ, શોભેશ્વર રોડ, મોરબી ખાતે ઉમેદવારો રૂબરૂ મુલાકાત લઈ શકશે. તેમ જિલ્લા રોજગાર અધિકારી, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.